પ્લોટ કે ઘરનું નિર્માણ ચોરસ અથવા લંબચોરસ આકારમાં જ કરવું યોગ્ય અને ઉત્તમ છે. ચારેય દિશાઓ કાટખૂણે હોવી જરૂરી છે. ખાસ કરીને નેર્ઋત્ય દિશા એટલે કે ફા ખૂણો ૯૦ અંશનો હોવો જરૂરી છે. ઉત્તર અને પૂર્વ દિશાઓમાં વધુ જગ્યા છોડવી અને આ નિયમ પ્લોટ, ઘર અને રૂમ માટે પણ લાગુ પડે છે. પાણીનો સ્રોત, બોર, …

હસ્તાક્ષર દ્વારા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે સચોટ જાણકારી મેળવી શકાય છે. હસ્તાક્ષર શાસ્ત્ર‘અંગશાસ્ત્ર’નો મહત્ત્વનો વિભાગ છે. એવું કહેવાય છે કે જેની ‘સહી’ બગડી એનો ‘દિન’ બગડયો. હકારાત્મક સિગ્નેચર સ્વર્ગસમું સુખ આપે છે અને નકારાત્મક સિગ્નેચર નરકનો અનુભવ કરાવે છે. પ્રમાણસર – પરિપક્વ સિગ્નેચર જીવનને સમતોલ બનાવે છે અને આશયયુક્ત/નકારાત્મક સિગ્નેચર જીવનમાં અનેક સંઘર્ષ કરાવે …

તંત્રવિદ્યા એટલે શું? તંત્ર એટલે એ નામનું ઉપાસના-સંબંધીનું શાસ્ત્ર. એવો સિદ્ધાંત હતો કે કલીયુગમાં વૈદિક મંત્રો, જપ અને યજ્ઞનું ઇચ્છીત ફળ બહુધા મળતું નથી, પણ આ યુગમાં તમામ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તંત્રશાસ્ત્રમાં વર્ણવેલા મંત્ર તથા ઉપાયોની મદદ મળે છે. આ શાસ્ત્રના સિદ્ધાંત ગુપ્ત રખાય છે. સત્ય સાઈબાબા અને મુક્તાનંદ સ્વામી તેમના ભક્તોથી આ વાત …

તંત્ર-મંત્રની અંદર અનેક ગુપ્ત વિદ્યાઓ પણ હોય છે. આ ગુપ્ત વિદ્યાઓનો ઉપયોગ સાધક પોતાની મનોકામના પૂર્તિ માટે કરે છે. કેટલીક ગુપ્ત વિદ્યાઓ એવી પણ હોય છે જેના માધ્યમથી કોઈ વ્યક્તિ વિશેષને નુકસાન પણ પહોંચાડવામાં આવે છે. જેમ કે, મોહન કર્મ, આકર્ષણ કર્મ, સ્તંભન કર્મ વગેરે. ઉચ્ચાટન કર્મ પણ આ ત્રણનો જ એક ભાગ છે. જે …

રેઈકી અથવા રેકી એ મૂળ જપાનીઝ સંજ્ઞા છે. તેનો અર્થ “વિશ્વ વ્યાપી જીવન શક્તિ” એ થાય, જેને સંસ્કૃતિમાં “પ્રાણ” કહે છે, તેને ચાયનીઝમાં ઘણાં લોકો તેને Cosmic Energy તરીકે સંબોધે છે. ૧૯ ના શતક્ના બીજા ભાગમાં ડૉ. મિકાઉ ઉસુઇ (Mikao Usui) એ આ ઉપચાર પધ્ધતિને (પુન:) સંશોધન દ્વારા તેને આ (રેકી) નામથી અપનાવ્યું. રેકી પધ્ધતિમાં …

ગ્રાફોલોજીનો મુખ્ય કોન્સેપ્ટ સમજવા આપણે ગ્રાફોલોજી શું છે અને કઈ રીતે કામ કરે છે એ પ્રથમ જાણીશું. ખરેખર તો માનવીના સાત અલગ અલગ શરીર હોય છે. જેમાં ગ્રાફોલોજી વિજ્ઞાનને સમજવા મુખ્ય ત્રણ શરીરને સમજવું જરૂરી છે. જેમાં સૌથી બહાર હોય છે. મનોમય કોષ પછી પ્રાણમય કોષ અને છેલ્લે આવે છે અન્નમય કોષ, (સ્થૂળ શરીર જે …

વાસ્તુ એ બાંધકામ, બિલ્ડીંગની આંતરિક ડિઝાઇન અને તેના આર્કીટેક્ચર સાથે સંબંધિત પ્રાચીન વૈદિક વિજ્ઞાન છે. વાસ્તુનો અર્થ તમે જ્યાં પણ વસવાટ કરો છો તે જગ્યા અથવા નિવાસ એવો પણ થાય છે. વાસ્તુ, જેનો અન્ય અર્થ બાંધકામનો આંતરિક વિસ્તાર અને તેને લાગતું વિજ્ઞાન એવો થાય છે, તે પરંપરાગત ભારતીય સ્થાપત્ય વિજ્ઞાન અને રચના સિસ્ટમ છે. તે …

ન્યુમેરોલોજી અર્થાત અંકશાસ્ત્ર એ તારીખો અને નામોમાં રહેલી સંખ્યાનાં મહત્વનો અભ્યાસ છે. જ્યોતિષ અને ટેરોટ કાર્ડની જેમ તેમાં પણ ચોક્કસ રીતે વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણવાનો અમેઝિંગ માર્ગ રહેલો છે. તે પણ તમને ઘણી ઊંડાઈથી તમારા ગુણો અને શ્રેષ્ઠતાનો માપદંડ દર્શાવી તમારા જીવનમાં વધુ સુખ મેળવવા માટે કટિબદ્ધ કરે છે. ન્યુમેરોલોજી પાયથાગોરસ નામના …

બાયોરીધમ સાયકલ્સ એ માનવીય ઉર્જા સ્તરો અને વિવિધ બાબતોની ક્ષમતાનું વર્ણન કરનાર પ્રભાવી ચક્રો છે. બાયોરીધમ ચાર્ટમાં વિવિધ પાસાઓને દર્શાવનાર મુખ્ય સમયચક્રનો સમાવેશ થાય છે. બાયોરીધમ જીવનના વિવિધ તબક્કાઓનું નિરૂપણ છે, જે તમારી જન્મતારીખથી શરૂ થાય છે અને તમારા સમગ્ર જીવન પર્યંત ટકે છે. તેના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિ ઋતુ પરિવર્તનના ચક્રીય ફેરફારો, ચંદ્રની કલાઓ, દિવસ અને …

ફેંગ શૂઈ પૃથ્વી સાથે સંવાદિતા રાખનાર એક આર્ટ છે. ફેંગ શબ્દનો અર્થ ‘પવન’ અને શૂઈ શબ્દનો અર્થ ‘પાણી’ થાય છે. ફેંગ શૂઈ પ્રાયોગિક રીતે કોઈ પણ જગ્યાનું ભૌતિક સ્તર તથા ઉર્જાને કાર્યાન્વિત કરીને તેની સંવાદિતા રૂમમાં સ્થાપે છે. આથી ઘરમાં શુભ ઉર્જા કેન્દ્રિત થવાથી રહેનાર વ્યક્તિની સ્થિતિ સુધરે છે. જીવન નોંધપાત્ર રીતે ઉન્નત બને છે. …