શયન કક્ષ


શયન કક્ષ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. એકથી વધારે માળા હોવાથી શયન કક્ષ નીચેનાં માળા પર હોવું જોઈએ. પૂજા કરવાની જગ્યા અથવા નાનું મંદિર શયન કક્ષમાં ન હોવો જોઈએ. બેડ અથવા ડબલ બેડ શયન કક્ષનાં દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવો જોઈએ. ઘરમાં શયન કક્ષ હંમેશા નીચેનાં માળ પર રાખવો જોઈએ. આ રૂમમાં પૂજાનો રૂમ કે મંદિર રાખવું જોઇએ નહી. સુવાના સમયે માથુ ઉત્તરમાં ન રહે તેમ પલંગની દિશા રાખવી જોઇએ. પલંગ નીચે હવાની આવન-જાવન યોગ્ય થવી જોઇએ. પેટી પલંગ ન રાખવો જોઇએ.શયન કક્ષમાં હંમેશા ચાર પાયાવાળો પલંગ જ રાખવો જોઈએ, ક્યારેય પણ બોક્સ પલંગનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એમાં પલંગની નીચે હવાની દિશા રોકાઈ જાય છે. પલંગ દિવાલથી અડીને ન રાખવો જોઈએ. વિદ્યુત ઉપકરણ શયન કક્ષની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. શયન કક્ષનો દરવાજો પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ અને અંદરની તરફ ખુલવાવાળો હોવો જોઈએ. શયન કક્ષની બારીઓ ઉત્તર-પૂર્વ દિશામાં હોવી જોઈએ. શયન કક્ષની દિવાલો પર રંગ સંયોજન આછા રંગોનો જ હોવો જોઈએ. રાત્રે ઉંઘતી વખતે શયન કક્ષમાં પૂરૂં અંધારૂં ન હોવું જોઈએ, ઉંઘતી વખતે મંદ રોશની રહેવી જોઈએ. બાળકોનો શયન કક્ષ ઘરની ઉત્તર દિશામાં હોવો જોઈએ, જેથી એ મીઠી ઉંઘમાં ઉંઘી શકે.ઘરનાં ઉત્તર-પશ્ચિમમાં મહેમાનો માટે એક અલગ શયન કક્ષ હોવો જોઈએ. ઘરનાં મુખ્ય સભ્યોને શયન કક્ષનાં દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ઉંઘવું જોઈએ. શયન કક્ષમાં ઉંઘતી વખતે માથું હંમેશા પૂર્વ અથવા દક્ષિણમાં હોવું જોઈએ.

Previous જયોતિષ શાસ્ત્ર
Next હસ્તરેખા શાસ્ત્ર

No Comment

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.