રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, જે આ મુજબ છે. રસોડું બને ત્યાં સુધી અગ્નિકોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં બનાવવું જોઈએ. જો અગ્નિકોણમાં શક્ય ના હોય તો વાયવ્યકોણ( ઉત્તર-પશ્ચિમ)માં પણ બનાવી શકાય. રસોડું નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં બનાવવાથી ઓછું ફળદાયક છે. અને ઈશાનકોણ (ઉત્તર-પૂર્વ)માં બનાવવાથી ઘરમાં બરકત રહેતી નથી. રસોડું અગ્નિકોણમાં બનાવવાની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે હવા વાયવ્યકોણથી અગ્નિકોણ તરફ ચાલે છે. એટલા માટે જ શાસ્ત્રમાં અગ્નિ તંત્ર વગેરે માટે અગ્નિકોણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની પાછળ તર્ક એ છે કે રસોડામાં ફેલાતી દુર્ગંધ, ધુમાડો અને ગરમી બહાર ન નીકળે તો મકાનનું વાતાવરણ અશુદ્ધ બની જાય છે.જો હવા વાયવ્ય કોણથી અગ્નિકોણ તરફ વહે તો રસોડાની સારી ગંદકી,દુર્ગંધ અને ગરમી બારીની બહાર જતી રહે છે. પહેલા મકાન ઘણા દૂર દૂર રાખવામાં આવતા જ્યારે કે હવે તેઓ એકબીજાની નજીક સેટ કરવામાં આવે છે. એટલા માટે જ રસોડાની સુગંધ-દુર્ગંધ સહેલાઈથી એકબીજાના બેડરુમ, ડાઈનીંગ હોલ અને સ્ટડી રુમ સુધી પહોંચે છે. સુંદર અને વ્યવસ્થિત રસોડુ એને કહી શકાય છે જે એકદમ મોટુ કે એકદમ નાનુ ન હોય. સામાન્ય રીતે રસોડુ 50 ફૂટનુ હોવુ જોઈએ. વર્તમાનમાં લોકો દરેક રૂમને આકર્ષક દેખાય તેવુ બનાવે છે. તેથી કલાત્મક રસોડું બનાવવાનું પ્રચલન છે અને એટલે જ રસોડું ચાર કોણ, ષટકોણ અને અષ્ટકોણ જેવું બને છે.
રસોડુ ગમે તેવુ બનાવો પણ તેમા એક બારી એવી બનાવવી કે જે પૂર્વ દિશા તરફ ખુલે જેથી સૂર્યની પહેલી કિરણો રસો઼ડામાં પ્રવેશી શકે સૂર્યની કિરણો રસોડાને વિષાણુમુક્ત કરે છે. રસોડું ઘરનું મહત્વનું સ્થળ છે. અહીં અન્નપૂર્ણામાનો વાસ થાય છે. રસોઈનું નિર્માણ કરતી વખતે વિશેષ સૂચનાઓનું ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય માટે પણ રસોડું ક્લિન રહે તે બહુ જ જરૂરી છે. રસોડાને સજાવવુ દરેક ગ્રુહિણીને ગમે છે,બસ નાના એવા ફેરફાર કરીને તમે રસોડાને સુંદર બનાવી શકો છો,જેમ કે રસોડામાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સની ડિઝાઇન બનાવી શકાય. આ ઉપરાંત તમે ખાસ પ્રકારના કલરથી રસોડામાં ફ્લાવરની ડિઝાઇન કે પેઇન્ટિંગ પણ કરાવી શકો છો. જેનાથી જ્યારે પણ રસોડામાં જશો ત્યારે તમને એક તાજગીનો અહેસાસ થશે. રસોડાને સજાવવા કાચ, પ્લાસ્ટિક, કે મેલેમાઇનની જુદા જુદા શેપની પ્લેટ્સ દિવાલ પર લગાવી શકાય છે. ત્રિકોણ, ચોરસ, ગોળ, હાર્ટ શેઇપ, કેરી જેવા શેઇપમાં મળતી પ્લેટ્સને વ્યવસ્થિત રીતે સેટ કરીને રસોડામાં ડેકોરેશન કરી શકાય. રસોડામાં સાવ થોડી જગ્યા હોય તો ડાઇનિંગ ટેબલ પર અથવા તો રસોડાના રેક પર મેજિક બોલ્સ કે જુદા જુદા રંગના કઠોલ અથવા તો ધાન્ય ભરેલી બોટલ્સ મૂકી શકાય. રસોડાના ડેકોરેશન માટે તમે કોઈ પણ રેક કે છાજલી પર આવી બોટલ્સ મૂકીને ઓછા ખર્ચે સરસ રીતે ડેકોરેશન કરી શકો છો. વાયવ્યમાં બેડરૂમ અને પશ્વિમ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા ખોટા વિચારો સાથે જીદ આપે. ક્યારેક માણસની એક અલગ જ સ્વપ્નની દુનિયા હોય છે. વાસ્તવિક જીવન તેના માટે ખૂબ આકરું બને છે. દક્ષિણમાં આવેલો બેઠકરૂમ ઉગ્રતા કરાવે. વળી, વાયવ્યમુખી બેઠકવ્યવસ્થા સાચી વાત સાચા સમયે કહેવામાં બાધક બને. દિક્ષણ પશ્વિમમાં પશ્વિમ તરફના ટીવીથી નકારાત્મક વિચારો વધે. પશ્વિમમુખી કોમ્પ્યૂટર ઘડિયાળના કાંટા જેવું કાર્ય કરાવે. જ્યાંથી શરૂ થાય ત્યાં પાછા લાવી આપે. બ્રહ્મમાં ડાઇનિંગ ટેબલ પર પરિવાર સાથે જમે તેવું ઓછું બને. મંદિર પૂર્વ મઘ્યથી જેટલું અગ્નિ તરફ હોય તેટલું સ્ત્રી માટે યોગ્ય નહીં. ઉત્તરમુખી રસોઇ સ્ત્રીને ભૌતિકતાવાદી વિચારો આપી શકે.
No Comment