દીવાન ખંડમાં ખાલી ખુણા સારા નથી લાગતાં. અહીંયા ગોળાકાર ટેબલ ગોઠવો જેની પર કોઈ ફુલદાની, ટેબલ લેંપ કે મૂર્તિ વગેરે મુકીને આકર્ષક બનાવો. ખુણામાં તમે નાના વાંસ કે બોનસાઈનાં છોડ પણ લગાવી શકો છો. જો ડ્રોઈંગ રૂમ મોટો હોય તો ચારે ખુણામાં કે બે ખુણામાં હેંગિંગ લેમ્પ લગાવો. ડ્રોઈંગ રૂમમાં બની શકે ત્યાર સુધી ટ્યુબ લાઈટ રાખવી નહિ. સ્મોલ ફેન્સી બલ્બ વધારે ઉચિત રહેશે. ડ્રોઈંગ રૂમમાં પેપરોમિયા, ગાઈનૂરા, એગલોનિયા, મારંટા, પીલીયા, અરેકા પામ, રૈફિઝ પામ, નૈલિના જેવા ઇનડોર છોડ અવશ્ય લગાવો. અહીંયા છોડ લગાવવામાં થોડુક ધ્યાન રાખો કે તે વધારે પડતાં વિખેરાયેલા ન લાગે. જો તમારા રૂમમાં દિવાલ પર લાઈટ કલર હોય તો તેની પર ચટક રંગના પારંપરિક વોલ પીસ લગાવો તે ખુબ જ સુંદર લાગશે. જો તમારા રૂમનો સોફા કાળા કલરનો હોય તો તેને ઝીબ્રા પ્રિંટવાળા કુશન કવર વડે સજાવો. ઘરમાં જુની ખુરશી હોય તો તેને નવો લુક આપવા માટે તેને લાલ, ભુરા, વાદળી વગેરે રંગોથી રંગો. ગોલ્ડ અને સિલ્વર કલરના પડદા તમારા ઘરને એક ક્લાસી લુક આપવામાં મદદ કરશે.
દીવાન ખંડ

No Comment