પ્લોટ કે ઘરનું નિર્માણ ચોરસ અથવા લંબચોરસ આકારમાં જ કરવું યોગ્ય અને ઉત્તમ છે. ચારેય દિશાઓ કાટખૂણે હોવી જરૂરી છે. ખાસ કરીને નેર્ઋત્ય દિશા એટલે કે ફા ખૂણો ૯૦ અંશનો હોવો જરૂરી છે. ઉત્તર અને પૂર્વ દિશાઓમાં વધુ જગ્યા છોડવી અને આ નિયમ પ્લોટ, ઘર અને રૂમ માટે પણ લાગુ પડે છે. પાણીનો સ્રોત, બોર, કૂવો વગેરે હંમેશાં ઇશાન દિશામાં હોવાં જરૂરી છે અને આમ હોવાથી તે ઘરમાલિકને અધિક પ્રગતિ, સંપત્તિ, સ્વાસ્થ્ય અને બીજી ઘણી સમૃદ્ધિ અપાવે છે. તેવી જ રીતે ફઉ એટલે કે અગ્નિ દિશામાં રસોડું હોવું જરૂરી છે. બેડરૂમ કયારેય ઇશાન દિશામાં ન હોવો જોઇએ. ઇશાન દિશામાં ટોઇલેટ તે ઘરમાલિકની પડતી નોતરે છે. બાળકોનો રૂમ કયારેય ફા એટલે નૈર્ઋત્ય દિશામાં ન હોવો જોઇએ આમ હોવાથી ત્યાં રહેતાં બાળક ઉદ્ધત, જિદ્દી સ્વભાવના બનશે. બંગલા કે ફલેટનું બ્રહ્મસ્થાન હંમેશાં ખાલી રાખવું જોઇએ. ખાસ કરીને અહીં કયારેય બાથરૂમ, ભારે સામાન કે બેડરૂમ ન હોવો જોઇએ. ઘરમાં કયારેય બિહામણાં દ્દશ્યોવાળા ફોટા, જંગલી જાનવરોની પેઇન્ટિંગ અને વિચિત્ર માસ્ક કયારેય ન લગાડવાં. મહાભારતના યુદ્ધવાળા કોઇ પણ ફોટા ન લગાડવા આમ કરવાથી ઘરમાં ઝઘડો, કંકાસ પેદા થાય છે. બાલ્કની પૂર્વ અને ઉત્તર દિશામાં હોવી ફાયદાકારક છે. ગેસ્ટ રૂમ હંમેશાં વાયવ્ય દિશામાં હોવો જરૂરી છે. ઘરમાં શક્ય હોય તો દૂધાળા કે કાંટાવાળા પ્લાન્ટ્સ ન રાખવા. મોટા ઝાડ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઉગાડવા જોઇએ. મનોમન સંકલ્પ કરો કે દર મહિને એક છોડ જરૂર રોપશો. ગાર્ડનિંગ જેવી નવી હોબીને અપનાવી જુઓ. તનાવમુક્ત તો બનશો જ, આવનારી પેઢીઓ પણ તમારી આ આદત બદલ તમારા આભારી બનશે. આપના રોપેલાં છોડવાં તેમને વર્ષો સુધી ઓક્સિજન આપતાં રહેશે. ઓર્ગેનિક અપનાવો. ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલાં ફળ-શાકભાજી અને અનાજમાં રાસાયણિક ખાતર, કીટનાશક અને બીજી ઝેરીલી દવાઓનો ઉપયોગ થતો નથી. કોન્ટિનેન્ટલ કે ઇટાલિયન ફૂડ બનાવતાં હોવ તો તમારા કિચન ગાર્ડનમાં પાર્સલે, સેજ, થાઈમ, રોઝમેરી અને ઓરીગેનો વાવીને ઉગાડી શકો છો. લોનમાં ઘાસની કાપણી કરાવો તો તેને ફેંકવાને બદલે ત્યાં જ છોડી દો. કપાયેલું ઘાસ ત્યાંની જમીન માટે જૈવિક ખાતરનું કામ કરશે. સામૂહિક રીતે તમારા પોતપોતાના ઘરની આસપાસ વૃક્ષ-છોડ લગાવો, જે વૃક્ષ સૂકાઈ રહ્યાં હોય તેને પાણી આપો અને કોઈને તે કાપવા ન દો. લોકો જરૂર તમને સાથ આપશે.
ગૃહ નિર્માણ

No Comment