સંપર્ક


પ્રિય મિત્રો, નમસ્તે! ગુજરાતી ભાષા, ટેકનોલોજી, જ્યોતિષ અને અગમ-નિગમ એ મારા પ્રિય વિષયો છે. માનવ મન હંમેશા ભવિષ્યને જાણવા માટે ઉત્સુક હોય છે અને તે માટે વિવિધ વિદ્યાઓનો સહારો લે છે.આથી મનોવિજ્ઞાનના આધારે કરવામાં આવેલું વિશ્લેષણ હંમેશા ઉપયોગી નીવડે છે. વળી વ્યક્તિના નૈસર્ગિક ગુણધર્મોનું તટસ્થ મૂલ્યાંકન કરી તેને સ્વ-અધ્યયન કરવા પ્રેરે છે. કોઈ પણ આગાહી કે પૂર્વાનુમાન પાછળ ચોક્કસ ગણિત રહેલું હોય છે. અત્રે સૂચિત બ્લોગના માધ્યમ દ્વારા આવી જ કેટલીક વિદ્યાઓની ચર્ચા કરી છે. પ્રસ્તુત વિચારો ગરવી ભાષા ગુજરાતીમાં રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગુજરાતની પ્રબુદ્ધ પ્રજા સાથે હળવી શૈલીમાં વિજ્ઞાનગોષ્ઠી કરવા માટે આ આશરો લીધો છે. આશા છે કે આ પ્રયાસ આપને માટે નવા મૂલ્યવર્ધિત વિચારોનું સિંચન કરશે. એ માટે આપના અભિપ્રાયો અને સૂચનો સહર્ષ આવકાર્ય છે.
જે પ્રાચીન હોય તે બધું જ સારું હોય એવું નથી. વળી જે આધુનિક હોય, તે દોષમુક્ત હોય જ એવું પણ નથી. વિવેકી પુરુષો પૂરી કસોટી કર્યા પછી જ તેનો સ્વીકાર કરે છે.