વાસ્તુ એ બાંધકામ, બિલ્ડીંગની આંતરિક ડિઝાઇન અને તેના આર્કીટેક્ચર સાથે સંબંધિત પ્રાચીન વૈદિક વિજ્ઞાન છે. વાસ્તુનો અર્થ તમે જ્યાં પણ વસવાટ કરો છો તે જગ્યા અથવા નિવાસ એવો પણ થાય છે. વાસ્તુ, જેનો અન્ય અર્થ બાંધકામનો આંતરિક વિસ્તાર અને તેને લાગતું વિજ્ઞાન એવો થાય છે, તે પરંપરાગત ભારતીય સ્થાપત્ય વિજ્ઞાન અને રચના સિસ્ટમ છે. તે આરોગ્ય અને વ્યક્તિગત સુખની કાળજી લે છે. વાસ્તુ વેદોનો એક ભાગ છે, કે જે પાંચ હજાર વર્ષ જૂના મનાય છે. વિશ્વનાં ઘણા લોકોએ ભારતીય વાસ્તુકળાના સમૃદ્ધ ટ્રેઝરને તેમના સંશોધનમાં સમાવ્યા છે ઉલ્લેખ છે. વાસ્તુ એક પ્રાચીન ભારતીય સ્થાપત્ય વિજ્ઞાન છે. માન્યતા મુજબ વાસ્તુ એ પૃથ્વીની અંદર સમાયેલ જીવન-બળ છે. વાસ્તુ આપણા જીવનને માટે સ્વીકાર્ય ઉર્જા પરિબળોને સમપ્રમાણતા અનુસાર વહેચે છે. વાસ્તુનાં કેટલાક સૂચનો અને ભલામણો પરસ્પર આત્મીયતા વધારવામાં અને કુટુંબની ઘણી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. વાસ્તુ કલાનાં મૂળભૂત નિયમો કહે છે કે કોઇ પણ રહેણાંક ઘર (હાઉસ), મહેલ અથવા મંદિર તેમના કેન્દ્રથી ટોચ સુધી એવી રીતે માઉન્ટ થયેલ હોવા જોઈએ, કે જેથી તેમાં રહેનાર કે જનાર વ્યક્તિ વધુ સ્વસ્થ અને સમૃદ્ધ બને તથા તેમાં કોસ્મિક રેડીયેશન્સ અને સૌર-ઊર્જા કિરણોત્સર્ગની પૂર્ણ અસર થાય. વાસ્તુ નિર્માણ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે. વાસ્તુ ચોક્કસપણે પરિણામલક્ષી વિજ્ઞાન છે, જો તેના ધોરણ પ્રમાણે અનુસરવામાં આવે તો ચોક્કસપણે તે ખાતરીપૂર્ણ પરિણામો આપી શકે છે.વ્યક્તિનો સ્વભાવ અને તેના ઘરની સાથે ઊંડો સંબંધ હોય છે. જેવું ઘર હોય તેવા જ પરિવારના સભ્યોનો સ્વભાવ હોય છે. વાસ્તુ પ્રમાણે ઘરનો દરેક ભાગ, દરેક ખંડનું એક આગવું મહત્વ હોય છે અને આ બધા આપણા સ્વભાવને ઘણા પ્રભાવિત કરે છે. ઘરનું વાસ્તુ જીવનને પ્રભાવિત કરે છે. જીવનમાં સમસ્યાઓ આવવાનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઇ શકે છે. તમારૂં જીવન તણાવોથી ઘેરાયેલું રહેતું હોય, હંમેશા કોઇને કોઇ સમસ્યા તમારા પરિવારને સતાવતી હોય, ઘરનાં સભ્યો હંમેશા બીમાર રહેતા હોય, ઘરની આર્થિક પ્રગતિ રૂંધાઇ રહી હોય તો આ બધું વાસ્તુદોષનાં કારણે થાય છે. સુખ અને દુઃખ જીવનના બે પાસા છે. બધાના જીવનમાં સુખ અને દુઃખ આવતાં-જતાં રહેતા હોય છે. કેટલાક લોકોને વધુ પરેશાનીઓ સહન કરવી પડે છે, તો કેટલાક લોકોને ઓછી. વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અનેક ટિપ્સ બતાવવામાં આવી છે. બધાને પોતાના ઘર સાથે ખૂબ જ લગાવ હોય છે. ઘર આપણને આશરો આપવાની સાથે સુખ, શાંતિ, માન-સન્માન અને ધન-વૈભવ સહિત અનેક સુવિધાઓ પ્રદાન કરે છે.
વાસ્તુશાસ્ત્ર

No Comment