ન્યુમેરોલોજી


ન્યુમેરોલોજી અર્થાત અંકશાસ્ત્ર એ તારીખો અને નામોમાં રહેલી સંખ્યાનાં મહત્વનો અભ્યાસ છે. જ્યોતિષ અને ટેરોટ કાર્ડની જેમ તેમાં પણ ચોક્કસ રીતે વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણવાનો અમેઝિંગ માર્ગ રહેલો છે. તે પણ તમને ઘણી ઊંડાઈથી તમારા ગુણો અને શ્રેષ્ઠતાનો માપદંડ દર્શાવી તમારા જીવનમાં વધુ સુખ મેળવવા માટે કટિબદ્ધ કરે છે. ન્યુમેરોલોજી પાયથાગોરસ નામના પ્રાચીન ગ્રીસ ગણિતશાસ્ત્રી દ્વારા ઉદ્દભવ્યું હતું. આ વિદ્યામાં નંબર્સનાં ખાસ મિનીંગ (અર્થઘટનો) હોય છે, અને તેમાં અક્ષરો તથા સંખ્યાઓના ગાણિતીક સંબંધને જોડીને કોઈ પણ નામનું વિશ્લેષણ કરવામાં આવે છે.
તે માટે નામ અને તેમના આધ્યાત્મિક સ્પંદનોનું મહત્વ સમજવું પડે છે ત્યારપછી જ સચોટતાથી વિશ્લેષણ કરી શકાય છે. ન્યુમેરોલોજી એ ખરેખર તો નંબરો અને તેમના ગુપ્ત અર્થ સમજવાનો જ એક અભ્યાસ છે. અંકો માનવીના મનના મૂળભૂત વલણ તથા કુદરતી પ્રકૃતિને રજૂ કરે છે, આ શાસ્ત્રમાં અંકો પણ વિશાલ કોસ્મિક યોજનાનો જ એક ભાગ છે. દરેક અક્ષર અથવા મૂળાક્ષર (એ થી ઝેડ સુધીના અંગ્રજી અક્ષરો) ને નંબર ૧ થી ૯ની કિંમત આપવામાં આવી છે, જેમાં દરેક નામ એક ચોક્કસ નંબરમાં કન્વર્ટ થઈ જાય છે. તેમાં સરેરાશ રીતે આલ્ફાબેટને ચોક્કસ સંખ્યામાં વહેચીને સંતુલિત કરવામાં આવે છે અને કોઈ પણ નામનું દરેક સંબંધિત અંકોને જોડીને કુલ ટોટલ કરવામાં આવે છે. તેમાં જે ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન સરેરાશ કરતા ઉપર થાય તે વ્યક્તિની તીવ્ર સકારાત્મક બાજુ સૂચવે છે અને જો ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન સરેરાશ કરતા ઓછું થાય તો ઓછી તીવ્રતા અને નકારાત્મક ગુણધર્મો સૂચવે છે. ન્યુમેરોલોજી એ સંબંધો અને જીવનની પેટર્નનું અંકાત્મક પાસું સૂચવે છે. જેમાં નામોને સૂચક કે ગર્ભિત અર્થ દર્શાવનાર ગણવામાં આવે છે અને સંકળાયેલા અંકો પણ સાંકેતિક સૂચનો આપે છે. શક્તિશાળી નામો સફળતા અને નિષ્ફળતા વચ્ચેના તફાવત દર્શાવે છે. આ નંબરો અસત્ય કહેતા નથી. કેટલાક નંબરોનાં પોતાના આગવા અર્થ હોય છે. ન્યુમેરોલોજી તમારા નામના પ્રથમ મૂળાક્ષર પરથી તમે કેવા છો તે પ્રગટ કરે છે. ન્યુમેરોલોજી તમને તમારા સ્વની સાચી ઓળખ આપે છે. તમારી અગ્રીમતા, પ્રતિભા અને તમારા સંબંધોને સમજવા માટેનું માર્ગદર્શન આપે છે. તમારા પડકારોને ઓળખી તમને સાવધ કરે છે. તમે તમારા ભવિષ્યની સ્પષ્ટ સમજ આપે છે. તે તમારા નામ અને તેને સંલગ્ન સંખ્યાના અર્થને અનુસરીને વ્યક્તિત્વ વિશેનું વર્ણન પણ દર્શાવે છે.

આ વાંચનમાં નિમ્ન બાબતોનો સમાવેશ થાય છે:

  • મૂળ અંક (બર્થ નંબર, રેડીકલ નંબર)
  • ભાગ્યશાળી અંક (ડેસ્ટિની નંબર)
  • અશુભ અંક (એવિલ નંબર)
  • જીવનપથ અંક (લાઈફ પાથ નંબર)
  • આત્મિક અંક (સોઉલ નંબર)
  • વ્યક્તિત્વ અંક (પર્સનાલિટી નંબર)
  • પરિપક્વતા અંક (મેચ્યોરીટી નંબર)
  • સમતોલ અંક (બેલેન્સ નંબર)
Previous બાયોરીધમ
Next વાસ્તુશાસ્ત્ર

No Comment

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.