ગ્રાફોલોજી


ગ્રાફોલોજીનો મુખ્ય કોન્સેપ્ટ સમજવા આપણે ગ્રાફોલોજી શું છે અને કઈ રીતે કામ કરે છે એ પ્રથમ જાણીશું. ખરેખર તો માનવીના સાત અલગ અલગ શરીર હોય છે. જેમાં ગ્રાફોલોજી વિજ્ઞાનને સમજવા મુખ્ય ત્રણ શરીરને સમજવું જરૂરી છે. જેમાં સૌથી બહાર હોય છે. મનોમય કોષ પછી પ્રાણમય કોષ અને છેલ્લે આવે છે અન્નમય કોષ, (સ્થૂળ શરીર જે આપણે જોઈ શકીએ છીએ) આ ત્રણેય શરીરના સંગમથી દરેક વ્યક્તિના બાધ વિશ્વની રચના થતી હોય છે. આપણે મનોમય કોષ(મન)માં જે વિચાર કરીએ છીએ, એના પ્રતિભાવ આપણને પ્રાણમય કોષમાં દેખાય છે. પ્રાણમય કોષ એ, ચફો અને ૭૨,૦૦૦ નાડીઓનું સંગમ છે અને એનાથી પ્રાણમય કોષમાં જે ફેરફાર થાય છે એની અસર અન્નમય કોષમાં જે ફેરફાર થાય છે. એની અસર અન્નમય કોષ (આપણા સ્થુળ શરીર) પર દેખાય છે. જેનકે જો આપણે મનમાં કોઈના પ્રત્યે તીવ્ર ગુસ્સો કરીએ કે આપણા કોઈ જુના દુશ્મનનો વિચાર કરીએ, ત્યારે જે મનોભાવ ઉત્પન્ન થાય છે, એની અસર મનોમય કોષમાંથી પ્રાણમય કોષ પર થાય છે. મનમાં નફરતના વિચારો ઊભા થતાં એ વિચારો પ્રાણમય કોષના (૭ ચક્રમાંથી) જે તે ચક્ર પર અસર કરે છે. અને જે ચક્ર પર એની અસર થાય છે. એની સાથે જોડાયેલી ગ્રંથિ નકારાત્મક / અયોગ્ય રસાયણિક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેનાથી આપણા સ્થૂળ શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. આ રીતે આપણા મનમાં વારંવાર આવતા નકારાત્મક વિચારો ટેવ બને છે અને વર્ષોથી આવી પેટર્ન મનમાં અંકિત થતાં કેન્સર જેવા મોટા રોગ ઉત્પન્ન થાય છે.

મન પર થતી પ્રારંભિક અસર 

જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એનું મન કોરી સ્લેટ જેવું હોય છે. પ્રથમ ૦થી ૭ વર્ષમાં એનાં મન પર દરેક જાતની લાગણીઓ અંકિત થાય છે જે લાગણીઓ એ એની માતા પાસેથી લે છે. જ્યારે ૭થી ૧૪ વર્ષમાં એ એના પિતા અથવા પિતા સમાન પુરુષ પાસેથી દરેક જાતની (કાર્ય પદ્ધતિ) શીખે છે. જે એના પર અંકિત થઈ જાય છે. ઘણી વાર મા-બાપ બાળકોના સબ-કોિન્શયસ મન પર નકારાત્મક પ્રોગ્રામિંગ(નકારાત્મક અસરો) અંકિત કરી દેતા હોય છે. આ નકારાત્મક અસરો પાછળથી ઘણા રોગો અને ઘમી સમસ્યાઓને જન્મ આપે છે. ૧૭ વર્ષના એક કિશોરને હતી જૂઠું બોલવાની ટેવ. ઉદાહરણ તરીકે એક ૧૭ વર્ષના કિશોરના કેસની વાત કરીએ. કમલ જ્યારે અમારી પાસે આવ્યો ત્યારે કંઈ જ બોલતો ન હોતો. પોતાની રજુઆત પણ કરી શકતો ન હોતો. વાતે વાતે જુઠું બોલે, માતાપિતાની વાત સાંભળે જ નહીં તેમજ એને સખત કબજીયાતની સમસ્યાઓ હતી. અમે એના અને એના માતાપિતાના હસ્તાક્ષરો જોયા ત્યારે ખબર પડી કે એના અંતર મનમાં ઊંડે ઊંડે એની માતા પ્રત્યે તીવ્ર ઘ્રુણાનો ભાવ હતો. આનું કારણ એ હતું કે શિસ્તભયૉ વાતાવરણમાં ઉછરેલી એની માતાએ કમલ ચોથા ધોરણમાં હતો ત્યારે એને ગુસ્સામાં ખૂબ માર્યો હતો. અને લોહીલુહાણ કરી દીધો. પછી રાત્રે એના પિતા આગળ આ વાતની રજુઆત કરવાની ના પાડી અને એને શીખવ્યું કે પિતાને કહેજે કે હું તો પડી ગયો હતો. પછી તો કમલ એની માતાનો ગુસ્સો ઉતારવાનું સાધન બની ગયો. આથી ડર નફરત અને જુઠું બોલવાની પેટર્ન એના અંતર મન પર અંકિત થઈ ગઈ. હવે જો એની આ ન બદલવામાં આવે તો આગળ જતાં એ મોટી વાતોમાં જુઠું બોલે, લોકોનો વિશ્વાસ ન જીતી શકે, લગ્ન જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ આવી શકે.
ગ્રાફોલોજી દ્વારા એના અંતરમન પરની અસરો જાણી શકયા અને ગ્રાફોથેરાપી દ્વારા એ સમસ્યાનું સમાધાન કરી શકયા. આનાથી એની પાચનસંબંધી સમસ્યામાં માત્ર ત્રણ દિવસમાં સુધારો જોવા મળ્યો. (ખરેખર એની વાત ન સાંભળવાની ટેવથી એના મણીપુરચક્ર પર અસર થતી હતી અને એને સંલગ્ન ગ્રંથિમાં અયોગ્ય રાસાયણિક સ્ત્રાવ ઉત્પન્ન થતાં એને ચયાપચય સંબંધી સમસ્યાઓ ઊભી થતી હતી) તે જ રીતે એની માતાના મનમાં જે વધુ પડતો ગુસ્સો ધ્યાનનો અભાવ વગેરે જ હતા તેનાથી એને ગભૉશયને લગતી સમસ્યાઓ નડતી હતી. માતાની આ જ લાગણીઓ એની પુત્રીમાં પણ આવી જ ગંભીર સમસ્યા તો ઊભી થવાનાં લક્ષણ દીકરીના હસ્તાક્ષર પરથી જોવા મળ્યા.આપણા શરીરમાં થતા ૯૦ ટકા રોગો સાયકોસોમેટિક હોય છે અને ગ્રાફોલોજી દ્વારા રોગો તેમજ સમસ્યાને સમજીને એનું નિરાકરણ લાવી શકાય છે. જીવનના અનેક અકળાવનારા પ્રશ્નો માટે કે ઉજજવળ ભવિષ્યની કેડી કંડારવા માટે ગ્રાફોલોજીની મદદ લઈ શકાય.
Previous વાસ્તુશાસ્ત્ર
Next રેઈકી

No Comment

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.