આઈ ચીંગ


આઈ ચીંગ તમને તમારા પ્રશ્નોના ચોક્કસ ઉત્તર આપે છે, અને તે સાથે એવી પેટર્ન રજૂ કરે છે કે જે તમને જવાબની નજીક પહોંચવામાં મદદરૂપ થાય.આઇ ચીંગ ટોટલી યીન અને યાંગ આસપાસ ફરે છે. આઇ ચીંગનાં કાસ્ટીંગમાં યાંગ અને યીનનું ખૂબ મહત્વ છે, જેમાં આડી ઉભી ત્રુટક રેખાઓના જોડકાઓની રચના કરીને નિર્ણાયક જવાબ કહેવામાં આવે છે. પ્રાચીન ચાઇનાનાં ચૌ વંશથી આ વિદ્યાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
આઈ ચીંગમાં બે મુખ્ય સિદ્ધાંતો દ્વારા લીટીઓના સમૂહની રચના કરી શકાય છે:
(૧) આખી રેખા જે સંપૂર્ણ વિસ્તૃત યાંગ સાથે જોડાયેલ હોય છે.
(૨) તૂટેલ રેખા જે સંકુચિત યિન સાથે જોડાયેલ હોય છે.
બે વિરોધી બળો સારા વિરુદ્ધ અનિષ્ટનો અર્થ દર્શાવે છે. પુછાયેલા પ્રશ્નોના જવાબો નક્કર લાઈન (યાંગ) અને તૂટેલી લાઇન (યિન) ના 64 હેક્ષાગ્રામ્સ દ્વારા આપવામાં આવે છે. આ અવસ્થા વ્યક્તિની વાસ્તવિક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. સૌથી સામાન્ય રીતે હેક્ષાગ્રામ્સ નક્કી કરવા માટે વપરાતી પદ્ધતિ ત્રણ સિક્કા ત્રણ વખત ટૉસ કરવાની છે. પરંપરાગત પદ્ધતિમાં ૫૦ યેરો સ્ટીક (ઉગ્ર સુવાસ અને તૂરા સ્વાદવાવાળા એક છોડમાંથી બનાવેલી લાકડીઓના સમૂહ) ને ટૉસ કરીને આઈ ચીંગ કાસ્ટ કરવામાં આવતું હતું. ફૂ’ સી દ્વારા આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. તેમાં આઠ ટ્રાઈગ્રામ્સને ઔપચારિક રીતે ચોસઠ હેક્ષાગ્રામ્સનાં બેઝ તરીકે રાખવામાં આવે છે.
૧. ધ ચી’ન (The Ch’ien) ની સાઇન એ હેવન અર્થાત સ્વર્ગનું સુચન કરે છે તથા ટ્રિપલ યાંગનું પ્રતિનિધિત્વ કરે છે. તે સૂર્ય અને તમામ વસ્તુઓની સર્જનાત્મકતા રજૂ કરે છે. તેની ત્રણ અખંડિત લાઇન જીવન્તતાની તથા જોમ, સંપત્તિ અને નવી તકોની ખાતરી આપે છે. તે અનુકૂળ સમયનું પણ સુચન કરે છે.
૨. ધ કૂ’ન (The K’un) ની સાઇન એ પૃથ્વીનું તથા સ્ત્રૈણ તત્વનું સુચન કરે છે. તે નિર્દોષતા અને હકારાત્મક વચનોનું દ્યોતક છે. તેમાં ત્રણ તૂટેલી લીટીઓ સાથેનું યાન બને છે જે The Ch’ien ની વિરુદ્ધ છે. તે મુલાયમતા, અંધકારમાંથી પ્રકાશ તરફ ઊભરતાં પરિબળો દર્શાવે છે. તે નિષ્ક્રિય પરોક્ષ પ્રકૃતિ કે ભક્તિ અને સંવાદિતા સૂચવે છે.
૩. ધ ચેન (The Chen) ની સાઇન એ નવા વિચારો સાથે છલોછલ થન્ડર છે. તે પુનર્જીવનની અને નવા જીવનની દિશા બતાવે છે. પરંતુ તે દિશા ખલેલ પહોંચાડી શકાય તેવી હોય છે. તેની બે તૂટેલ અને એક આખી લાઈન કોઈ પણ બાબતની શરૂઆતમાં ફેરફારો સૂચવે છે અને હાથવેંતમાં આવેલી સફળતા હોલ્ડિંગ થાય છે. તેનું મુખ્ય કારણ વિચારતા પહેલાં અમલ કરવો તે હોય છે અને અવિચારી નિર્ણયોનું વલણ મોટું નુકશાન પણ સૂચવે છે.
૪. ધ વિન્ડ (The Wind) ની સાઇન એ સૂર્યનું સૂચક છે, જેમાં બે આખી લીટીઓ અને એક તૂટેલી લીટી એક સાથે મળીને વિન્ડ બનાવે છે. તે લગ્નની પૂર્વતૈયારી અને જન્મ દર્શાવે છે, તેના આહ્લાદક પ્રભાવ આગામી લણણી માટે વાવેતરનાં બીજ રોપાવે છે અર્થાત નવા સાહસ ખેડવા બધા વિચારો અને સર્જનાત્મક બાબતો માટે આદર્શ વાતાવરણ બનાવે છે.
૫. ધ કાન (The K’an) ની સાઇન વહેતા પાણી અને ધસી જવાની વૃત્તિ સૂચવે છે, પરંતુ સામા પાણીએ તરવું પણ જોખમી બની શકે છે. તેથી સપાટી નીચે શું આવેલું છે તેનું અનુમાન કરી અગાઉથી સાવચેત રહો. ઘર અને કામકાજના સ્થળે ચેતવણીનો સૂર છે, કે જે અસુરક્ષા અને ખિન્નતારૂપી સુનામીનું એક પૂર લાવી શકે છે.
૬. ધ લિ (The Li) ની સાઇન ફાયર – આગ સૂચવે છે, જેમાં જાગૃતિ અને સમજશક્તિનાં ગતિશીલ ગુણો હોય છે, અને નેતૃત્વ પણ. તે વિજયી યોદ્ધાની નિશાની છે, એ તમામ પ્રેમીઓનો વિજય છે. પરંતુ વિજયનું ગુમાન વ્યક્તિના માથા પર ચડી જઈ શકે છે, અને યાદ રાખો કે અભિમાન એ પતનની નિશાની છે.
૭. ધ કેન (The Ken) ની સાઇન માઉન્ટેન – પર્વત સૂચવે છે, જેમાં સુરક્ષા અને નક્કર ફાઉન્ડેશનો પર બંધાયેલ સિદ્ધિઓ અને વચનોનો સંકેત હોય છે. તે તેવા પર્વતો સાથે જોડાયેલ છે, કે તેની સાથે સ્પષ્ટ દૂરન્દેશીતા અને સંધાન લાવે છે, પરંતુ તે નજીકના વ્યક્તિઓ સાથે સંબંધનો અંત આવવા વિશે ની શક્યતાઓ રજૂ કરે છે. તે ના સમજી શકાય તેવી જીદ્દી પ્રકૃતિનો પણ નિર્દેશ કરે છે.
૮. ધ તુઈ (The Tui) ની સાઇન લેક અર્થાત સરોવર નું સુચન કરે છે, જેમ સારું પિયત જમીનને ફળદ્રુપ કરવામાં મદદ કરે છે તેમ મૈત્રીપૂર્ણ સંબંધો પરસ્પર એકબીજા માટે સંકળાઈને મદદરૂપ બને છે. તે ઊંડા, અતૃપ્ત અરમાનો સૂચવે છે કે જેઓને સપાટી પર લાવવા જરૂરી હોય છે. અધૂરી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે તમામ પ્રાપ્ત વસ્તુઓમાં દેખીતો ફેરફાર લાવી શકે તે માટે સક્રિય કરે છે. પરંતુ તે વ્યસનથી છકી જવાની માનસિક ઘેલછાનાં વલણ સામે પણ ચેતવણીરૂપ છે.
Previous સામુદ્રિક શાસ્ત્ર
Next ટેરોટ કાર્ડ

No Comment

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.