ઉપાયો


જે રીતે શરીરમાં કોઈ માંદગી હોય અને દવા કે અન્ય ઉપાય કરવામાં આવે છે તે જ રીતે જીવનમાં જ્યારે કોઈ કષ્ટ આવી પડે તો તેના ઉપાય કરવા પણ જરૃરી બની જાય છે. જ્યોતિષમાં આવા અનેક ઉપાયો વર્ણવવામાં આવ્યા છે, જે જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવીને સુખ પ્રાપ્ત કરાવે છે. ભારતીય જ્યોતિષ પ્રમાણે ગ્રહોની અસર માનવ જીવન ઉપર થાય છે. જો જન્મ કુંડળીમાં ગ્રહો પ્રતિકૂળ હોય તો વ્યક્તિને વધુ મહેનત કર્યા પછી પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. તેના માટે શાસ્ત્રોમાં કેટલાક ક્રિયાકાંડો તથા ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે. તેનો સમજણપૂર્વક ઉપયોગ કરવાથી ગ્રહોનો ઉપદ્રવ નષ્ટ થઈ જશે, દરિદ્રતાનો નાશ થઈ જશે. આ ઉપરાંત રોગ, કષ્ટ, અનિષ્ટ અને સઘળી નિષ્ફળતાઓ નાશ પામશે. ગ્રહની પીડા સતાવશે નહીં.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન નવ ગ્રહો નક્કી કરે છે. આ નવ ગ્રહો નક્કી કરે છે કે જીવનમાં કંઈ સુખ-સુવિધાઓ મળશે અથવા તમને જીવનમાં કેટલા દુઃખો ભોગવવા પડશે. દુઃખ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે કોઈગ્રહ અશુભ ફળ આપનાર હોય અથવા કોઈ શત્રુ રાશિમાં સ્થિત હોય ત્યારે આપણને દુઃખ ભોગવવા પડે છે. શું તમારા કાર્ય પૂરા નથી થઈ રહ્યા? તમારા કાર્યોનું સકારાત્મક પરિણામ નથી આવી રહ્યું તો સમજીએ કે તમને તમારી રાશિ સંબંધિત ગ્રહ પરેશાન કરી રહ્યો છે. જો તમે પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યા હોવ, તમારી એક સમસ્યા સમાપ્ત ન થઈ રહી હોય અને બીજી સમસ્યા આવીને ઊભી રહી જતી હોય તો જ્યોતિષ પ્રમાણએ આવું મોટાભાગે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોના અશુભ પ્રભાવને લીધે થતું હોય છે. દરેકનાં જીવનમાં ઘણી વાર કોઇને કોઇ એવી સમસ્યા તો સર્જાય છે કે જેના કારણે દરેક કામ અટકી પડે છે.તેનાં સિવાય ઘરમાં કલેશ,માનસિક તણાવ રહે છે. તમારી રાશિ સંબંધિત ગ્રહ અશુભ પ્રભાવ માટે તથા તેને બળવાન બનાવવા માટે તમે કેટલાક આસાન ઉપાયો કરી શકો છો.