અમારા વિશે


પ્રતિષ ઠાકર એક લેખક, પ્રવાસી, ઈજનેર અને કોચ છે. કન્સલ્ટન્ટ અને ટેકનોલોજીસ્ટ તરીકે છેલ્લા ૧૫ વર્ષોથી તેમણે ઘણું સંશોધન કરેલું છે. ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ વિદ્યાઓ પ્રત્યે તેમને ખૂબ લગાવ છે. રોમાંચ અને રહસ્યોથી ભરપુર જીંદગી માણવાના હેતુ સાથે જ્યોતિષની કારકિર્દી અપનાવેલ છે. ફ્રીલાન્સ બ્લોગર તરીકે ઘણા વૈવિધ્યસભર વિષયોને આવરી લઈને તેમણે માહિતી વિજ્ઞાન, લેટેસ્ટ ટેકનોલોજી અને વ્યક્તિત્વ વિકાસનો આધુનિક અભિગમ વિકસાવ્યો છે. લોકોને યોગ્ય સુચન દ્વારા ઉચિત માર્ગ દર્શાવીને અંતઃકરણથી મદદ કરવામાં તેમને જે આનંદની અનુભૂતિ થાય છે, તે ખરેખર અદ્વિતીય હોય છે. લોકોને જીવનમાં જરૂરી માર્ગદર્શન આપી જનસેવા-સહાયક તરીકે પ્રતિષભાઈએ એક આગવી ઓળખ ઉભી કરેલ છે.
જ્યારે તેમણે આધ્યાત્મિક જાગૃતિ જેવી બાબતોમાં પોતાનાં આગવા વિચારો રજૂ કર્યા હતા, ત્યારથી જ તેમની આસપાસની દુનિયાને વધુ સંતુલિત અને અર્થસભર કરવાનાં અભિયાનનો પાયો નંખાયો. આ પ્રયાસને લીધે ધર્મ-અધ્યાત્મને લગતા સંકીર્ણ સિદ્ધાંતો અને સ્વ-પ્રત્યક્ષીકરણની કેટલીક પ્રક્રિયાઓ વિષે ખૂબ અન્વેષણ થયું, અને વર્ષો સુધી માનવીય સંવેદના તથા શરીર-રચનાનો ઊંડો અભ્યાસ કરવાનો મોકો મળ્યો. કારકિર્દીની દ્રષ્ટિએ તેઓ એક માર્ગદર્શક છે, અને માત્ર વિચારક જ નહિ, બલ્કે બહુઆયામી ઉદ્ધારક-સહાયક અને સુધારક તરીકેની સામાજિક ભૂમિકાઓ પણ તેમણે નિભાવી છે. આજે ડેસ્ટીની સેન્ટર પર તેઓ જ્યોતિષનો ભવ્ય જ્ઞાન-વારસો આગળ ધપાવી રહ્યા છે, જેની નીંવ વર્ષો પહેલા તેમના પરિવારના પૂર્વજોએ નાખી હતી. સમાજને સેવા, સહકાર અને સુમતિનો મંત્ર આપનાર પ્રતિષભાઈએ સેલ્ફ-અવેરનેસ વિશે દીર્ઘ જ્ઞાન વિકસાવ્યું છે.